મોદી સરકારની ભેટ, JEE મેઇન અને અન્ય પરીક્ષાઓ માટે મફત કોચિંગ મળશે, IIT શિક્ષકો આપશે તૈયારી
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 6 માર્ચ સોમવારે એક એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાંથી એન્જિનિયરિંગ સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય કોમ્પિટિટિવ એગ્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ફ્રી કોચિંગ લઈ શકશે.
મોદી સરકાર તરફથી જેઈઈ મેન સહિત વિવિધ પ્રતિયોગિતા અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 6 માર્ચ સોમવારે એક એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાંથી એન્જિનિયરિંગ સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય કોમ્પિટિટિવ એગ્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ફ્રી કોચિંગ લઈ શકશે. આ પ્લેટફોર્મ પર આઈઆઈટી અને આઈઆઈએસસી જેવી પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટના ટીચરોની વિડિયો જોઈને વિદ્યાર્થીઓ મફતમાં પરીક્ષાની તૈયારી કરી શકશે. યુજીસી પ્રમુખ એમ જગદીશ કુમારે ટ્વીટ કરી આ માહિતી આપી.
આ પ્લેટફોર્મનું નામ સાથી (SATHEE - Self Assessment Test and Help for Entrance Exams) છે. સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ - ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (આઈઆઈટી), કાનપુરના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. યુજીસી પ્રમુખે ટ્વીટમાં કહ્યું, ‘‘આ મંચનો ઉદ્દેશ સમાજમાં તે વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈને પૂરી કરવાનો છે જે મોંઘી પ્રવેશ પરીક્ષા કોચિંગનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના નબળા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનો છે જેથી તેઓ આઈઆઈટી અને આઈઆઈએસસી ફેકલ્ટી સભ્યો દ્વારા તૈયાર કરાયેલા વિડિયો જોઈને કોઈ પણ પરીક્ષા આપવામાં આત્મવિશ્વાસ અનુભવે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી 6 માર્ચે સવારે 10.45 વાગ્યે આ મંચની શરૂઆત કરશે.’’
સાથી પર એક્સપર્ટ ટીચર્સ તરફથી મૂકવામાં આવેલા વિડિયો દ્વારા બાળકો પોતાના કોન્સેપ્ટ ક્લિયર કરી શકશે. જે ટોપિક્સમાં તેઓ નબળા છે, તેમાં વધુ સારી રીતે તૈયારી કરી શકશે.