મોદી સરકારની ભેટ, NEET અને JEE Main સહિતની અન્ય પરીક્ષાઓ માટે મફત કોચિંગ મળશે, IIT શિક્ષકો આપશે તૈયારી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 6 માર્ચ સોમવારે એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાંથી એન્જિનિયરિંગ સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય કોમ્પિટિટિવ એગ્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ફ્રી કોચિંગ લઈ શકશે.

મોદી સરકાર તરફથી જેઈઈ મેન સહિત વિવિધ પ્રતિસ્પર્ધી અને પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટી ભેટ. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય 6 માર્ચ સોમવારે એવું પ્લેટફોર્મ લોન્ચ કરશે જ્યાંથી એન્જિનિયરિંગ સહિત વિવિધ પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય કોમ્પિટિટિવ એગ્ઝામની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સ ફ્રી કોચિંગ લઈ શકશે. આ પ્લેટફોર્મ પર આઈઆઈટી અને આઈઆઈએસસી જેવા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટના ટીચરોની વિડિયો જોઈને વિદ્યાર્થીઓ મફતમાં પરીક્ષાની તૈયારી કરી શકશે. આમાં કક્ષા 11 અને 12ના સિલેબસના આધારે દેશભરના નિષ્ણાતોએ કોર્સ બનાવ્યો છે. યુજીસી પ્રમુખ એમ જગદીશ કુમારે ટ્વીટ કરી આ માહિતી આપી.

આ પ્લેટફોર્મનું નામ સાથી (SATHEE - Self Assessment Test and Help for Entrance Exams) છે. સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એગ્ઝામ - ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (આઈઆઈટી), કાનપુરના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. યુજીસી પ્રમુખે ટ્વીટમાં કહ્યું, ‘‘આ મંચનો ઉદ્દેશ સમાજમાં તે વિદ્યાર્થીઓ વચ્ચેની ખાઈને પૂરવાનો છે જે મોંઘી પ્રવેશ પરીક્ષા કોચિંગનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના નબળા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવવાનો છે જેથી તેઓ આઈઆઈટી અને આઈઆઈએસસી ફેકલ્ટી સભ્યો દ્વારા તૈયાર કરાયેલા વિડિયો જોઈને કોઈ પણ પરીક્ષા આપવામાં આત્મવિશ્વાસ અનુભવે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી 6 માર્ચે સવારે 10.45 વાગ્યે આ મંચની શરૂઆત કરશે.

સાથી પર એક્સપર્ટ ટીચર્સની વિડિયો દ્વારા બાળકો પોતાના કોન્સેપ્ટ ક્લિયર કરી શકશે. જે ટોપિક્સમાં તેઓ નબળા છે, તેમાં વધુ સારી તૈયારી કરી શકશે. આમાં કક્ષા 11 અને 12ના સિલેબસના આધારે દેશભરના વિશેષજ્ઞોએ કોર્સ બનાવ્યો છે.

આઈઆઈટીના કમ્પ્યુટર સાયન્સ એન્ડ ઈજનેરિંગ વિભાગના વૈજ્ઞાનિક પ્રો. અમય કરકરે દ્વારા તૈયાર કરાયેલ આ પોર્ટલ પ્રૂટર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નિક પર ચાલશે. આમાં સિલેબસ સાથે જોડાયેલા કન્ટેન્ટ અને વિડિયો સાથે વિદ્યાર્થીઓ પ્રશ્નો પણ પૂછી શકશે. સામાન્ય રીતે પૂછાતા એક હજારથી વધુ પ્રશ્નોના જવાબ પોર્ટલમાં પહેલેથી જ આપવામાં આવ્યા છે. દેશના ટોચના સંસ્થાના શિક્ષકોના 800 વિડિયો સાથી પર અપલોડ છે.